वीर प्रभु का निर्वाण – यशोदाजी का विलाप
जग ना नाथ बन्या ते पहेला
मारा स्वामी नाथ थया
मुझ ने एकलवाई छोडी
तमे मोक्ष मा केम गया…
म्हारी मेहंदी मारुं सिंदूर
नाथ तमारा नामे छे
मारू घर ने मारी दुनिया
एकज तव सरनामे छे
दासी छुं हु जन्म जन्म नी
जीवु केम तमारी दया…
हस्त मिलाप करी जीवनमा
सथवारा नुं वचन दीधु
दीक्षा पण एकल लीधी ने
केवल पण एकल लीधु
मुक्ति पूरी ना सिंहासन पर
एकल काय ना शोभी रह्या…
मंगल सुत्र तमे मुझ कंठे
बाँध्यु छे निज हाथ धरी
नाम तमारु रहीश जपती
हुँ तो अंतिम श्वास थकी
सुना सुना जीवन मंदिर
द्वार परम ना बंद थया
म्हारा स्वामी नाथ थया…
વીર પ્રભુ નો નિર્વાણ – યશોદાજી નો વિલાપ
જગ ના નાથ બન્યા તે પહેલા
મારા સ્વામી નાથ થયા
મુઝ ને એકલવાઈ છોડી
તમે મોક્ષ મા કેમ ગયા…
મ્હારી મેહંદી મારું સિંદૂર
નાથ તમારા નામે છે
મારૂ ઘર ને મારી દુનિયા
એકજ તવ સરનામે છે
દાસી છું હુ જન્મ જન્મ ની
જીવુ કેમ તમારી દયા…
હસ્ત મિલાપ કરી જીવનમા
સથવારા નું વચન દીધુ
દીક્ષા પણ એકલ લીધી ને
કેવલ પણ એકલ લીધુ
મુક્તિ પૂરી ના સિંહાસન પર
એકલ કાય ના શોભી રહ્યા…
મંગલ સુત્ર તમે મુઝ કંઠે
બાઁધ્યુ છે નિજ હાથ ધરી
નામ તમારુ રહીશ જપતી
હુઁ તો અંતિમ શ્વાસ થકી
સુના સુના જીવન મંદિર
દ્વાર પરમ ના બંદ થયા
મ્હારા સ્વામી નાથ થયા…