शांतिनाथ को कीजे जाप  | पॉवरफुल मंत्र

શાંતિનાથનો કીજે જાપ, ક્રોડ ભવોનાં કાપે પાપ
શાંતિનાથજી મ્હોટા દેવ, સુરનર સારે જેહની સેવ...૧
દુઃખ દારિદ્ર જાવે દૂર, સુખ સંપત્તિ હોવે ભરપૂર
ઠગ ફાંસીગર જાવે ભાગ, બળતી હોવે શીતળ આગ...૨
રાજલોકમાં કીર્તિ ઘણી, શાંતિ જિનેશ્વર માથે ઘણી  
જો ધ્યાવે પ્રભુજીનું ધ્યાન, રાજા દેવે અધિકું માન...૩
ગડ ગુમડ પીડા મીટ જાય,દેખી દુષ્મન લાગે પાય
સઘળો  ભાંગ્યો મનનો ભર્મ, પામ્યા સમકિત કાપ્યા કર્મ...૪

 
સુણો પ્રભુ મોરી અરદાસ, હું સેવક તમે પૂરો આશ
મુજ મન ચિંતિત કારજ કરો, ચિંતા આરતી વિઘ્ન જ હરો...૫
મેટો મારા આળ જંજાળ, પ્રભુ મુજને તું નયણ નિહાળ
આપણી કીર્તિ ઠામોઠામ, આપ સુધારો પ્રભુ મ્હારા કામ…૬
જો નિત્ય પ્રભુજીને રટે, મોતિ બંધા ફૂલા કટે
ચેપ લાવણ દોનું જળ જાય, વિણ ઓષદ્ય  કટ જાવે છાય…૭
શાંતિનાથના નામથી થાય,આંખે ટુટ પડળ કટ જાય
કમળો પીળો જર જર ઝરે, શાંતિ જિનેશ્વર શાતા કરે…૮
ગરમી વ્યાધિ મિટાવે રોગ, સયણ મિત્રનો મળે સંયોગ
એહવો દેવ ન દીસે ઓર, નહિ ચાલે દુષ્મનકો જોર...૯
લૂંટારા સબ જાવે નાશ, દુર્જન ફીટી  હોવે દાસ
શાંતિનાથની  કીર્તિ ઘણી,કૃપા કરો તમે ત્રિભુવન ઘણી...10

 

 
અરજ કરું છું જોડી હાથ, આપસું નહિ કોઈ છાની વાત
દેખી રહ્યા છો પોતે આપ, કાટો પ્રભુજી મ્હારાં પાપ...૧૧
મુજ મન ચિંતિત કરીએ કાજ, રાખો પ્રભુજી મારી લાજ
તુમ સમ જગમાંહિ નહિ  કોઈ, તુમ ભજવાથી શાતા હોય…૧૨
તુમ પાસ ચલે નહિ મરકી  રોગ,તાવ તેજરો નાંખે તોડ
મારી મિટાઈ કીધી પ્રભુ શાંત, તુજ ગુણનો નહિ આવે અંત...૧૩
તુમને સમરે  સાધુ સતી, તુમને સમરે જોગી યતિ
કાટો સંકટ રાખો માન, અવિચળ પદનું આપો સ્થાન...૧૪
સંવત અઢાર ચોરાણું જાણ, દેશ માળવો અધિક વખાણ
શહેર “જાવરા”  ચૈતર માસ, હું પ્રભુ તુમ ચરણકો દાસ...૧૫
ઋષિ “રઘુનાથજી ” એ કીધો છન્દ, કાટો પ્રભુજી મ્હારાં ફન્દ
હું જોઉં પ્રભુજીની વાટ, મુજ આરતી ચિંતા સવી કાટ...16