जनम जनमनो मांगूं साथ

જનમ જનમનો માંગું સાથ
આદિનાથથી અનાદિનાથ
સિદ્ધગિરિથી સિદ્ધશિલા પર જાવું છે
નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં ગાવું છે
હવામાં પ્રભુનાં સ્પંદન છે
માટીની મહેકમાં ચંદન છે
ભગવંતની ભૂમિને અઢળક વંદન છે
હો.....
જનમ જનમનો માંગું સાથ
આદિનાથથી અનાદિનાથ ||1||
ૠષભદેવજી પરમાતમ
આવ્યા અહીં સર્વ પ્રથમ
એક એક પગલે દેવોએ ફૂલ વરસાવ્યા
દેશનાઓ ફરમાવી હતી
અલખની જ્યોત જગાવી હતી
ઘેટીની પાગથી સાહેબ કાયમ આવ્યા
આદિપુરની તળેટી પર
વરતે દાદા આદીશ્વર
આદિકાળની ઊર્જા લાગે મનહર 
 
હવામાં પ્રભુનાં સ્પંદન છે
માટીની મહેકમાં ચંદન છે
ભગવંતની ભૂમિને અઢળક વંદન છે
હો.....
જનમ જનમનો માંગું સાથ
આદિનાથથી અનાદિનાથ ||2||
તપ ચાલે ગિરિનાં નામે
રાત દિવસ રહું ગિરિ સામે
મારા રોમ રોમમાં ગિરિવર ગુંજન ચાલે
ભાવે નવાણું યાત્રા કરું
હોઠે ગિરિનું નામ ધરું
મારી આંખો અપલક ગિરિવરને જ નિહાળે
મનમાં જો ગિરિરાજ રહે
પુણ્યના ઝરણાં સતત વહે
ગિરિ કૃપા થકી આતમ દેવર્ધિ લહે ....
 
હવામાં પ્રભુનાં સ્પંદન છે
માટીની મહેકમાં ચંદન છે
ભગવંતની ભૂમિને અઢળક વંદન છે
હો.....
જનમ જનમનો માંગું સાથ
આદિનાથથી અનાદિનાથ ||3||