झूले महावीरजी (हिंदी & गुजराती)

 

झूले महावीरजी खेले महावीरजी
झीणी झीणी घूघरीओ गावे

 

रुड़ां पारणिये रमे देवदेवीओने गमे
मोंघा महेलोमां बाळपण वीतावे
झूले महावीरजी…

 

फूलनी पथारीमां पोढ़े छे प्रेमथी
देवताओ गीतो संभळावे
अंगूठे अमृतनो आनंद ए ले छे
त्रिशलाजी पारणे झुलावे
रुड़ां पारणिये…

 

चांदलियो आंखोमां शीतलता आंजे छे
सूरजनुं तेज छे कपाळे
होठ तो हंमेश हसे , गाले गुलाल वसे
सौने बांधे छे प्रेमजाळे
रुड़ां पारणिये…

 

ઝૂલે મહાવીરજી ખેલે મહાવીરજી
ઝીણી ઝીણી ઘૂઘરીઓ ગાવે

 

રુડ઼ાં પારણિયે રમે દેવદેવીઓને ગમે
મોંઘા મહેલોમાં બાળપણ વીતાવે
ઝૂલે મહાવીરજી…

 

ફૂલની પથારીમાં પોઢ઼ે છે પ્રેમથી
દેવતાઓ ગીતો સંભળાવે
અંગૂઠે અમૃતનો આનંદ એ લે છે
ત્રિશલાજી પારણે ઝુલાવે
રુડ઼ાં પારણિયે…

 

ચાંદલિયો આંખોમાં શીતલતા આંજે છે
સૂરજનું તેજ છે કપાળે
હોઠ તો હંમેશ હસે , ગાલે ગુલાલ વસે
સૌને બાંધે છે પ્રેમજાળે
રુડ઼ાં પારણિયે…