जय जय त्रिशलानंदन (हिंदी & गुजराती)

(रचना : प. पू. पन्यास उदयरत्नविजयजी म. सा.)

 

जय जय त्रिशलानंदन

 

सिद्धारथनां राजकुंवरनुं अमे लीधुं आलंबन…
जय जय त्रिशलानंदन…

 

गुलाबजळथी स्नान करावुं, चंदन लेप लगावुं…
शीतळ शीतळ शाता देवा, कोमळ फूल बिछावुं
तमे अमारा लाडकवाया, वहाल करुं के वंदन…?
जय जय त्रिशलानंदन…

 

लाड करुं तो नाना लागो, नमन करुं तो मोटा…
करुणारसनो तमे समंदर, अमे छीए परपोटा…
केसर घोळी चरण पूजु के, आंखे आंजु अंजन…?
जय जय त्रिशलानंदन…

 

पांपण वच्चे छबी तमारी, धबकारामां नाम…
परोढे तारुं स्मरण करुं ने, राते तुं ज विराम…
‘उदयरतन’नी आशा पूरो, हे पर दुःख भंजन…
जय जय त्रिशलानंदन…

 

 

(રચના : પ. પૂ. પન્યાસ ઉદયરત્નવિજયજી મ. સા.)

 

જય જય ત્રિશલાનંદન

 

સિદ્ધારથનાં રાજકુંવરનું અમે લીધું આલંબન…
જય જય ત્રિશલાનંદન…

 

ગુલાબજળથી સ્નાન કરાવું, ચંદન લેપ લગાવું…
શીતળ શીતળ શાતા દેવા, કોમળ ફૂલ બિછાવું
તમે અમારા લાડકવાયા, વહાલ કરું કે વંદન…?
જય જય ત્રિશલાનંદન…

 

લાડ કરું તો નાના લાગો, નમન કરું તો મોટા…
કરુણારસનો તમે સમંદર, અમે છીએ પરપોટા…
કેસર ઘોળી ચરણ પૂજુ કે, આંખે આંજુ અંજન…?
જય જય ત્રિશલાનંદન…

 

પાંપણ વચ્ચે છબી તમારી, ધબકારામાં નામ…
પરોઢે તારું સ્મરણ કરું ને, રાતે તું જ વિરામ…
‘ઉદયરતન’ની આશા પૂરો, હે પર દુઃખ ભંજન…
જય જય ત્રિશલાનંદન…