(रचना : पूज्य पन्यास श्री राजरत्न विजयजी म. सा.)

(राग : मोगल तारा आंगणा मां)

वंदन तारा चरणमां तुं,
रागी मटी त्यागी पंथे जाय..(२)
श्रमण बनी… नवकार मंत्रमां समाय…
सघळा संसारने भीतरथी विसरी..(२)
वैरागी रंगे रंगाय…
रागी मटी त्यागी पंथे जाय…
वंदन तारा चरणमां…

संग साहेबनो, रंग वैराग्य नो,
सत्संग सद्दगुरु देवनो.. (२)
त्याग राग संगनो, राग श्वेत रंग नो,
भाव मळे श्री वितरागनो..(२)
भीतरे संयम लहेराय…
रागी मटी त्यागी पंथे जाय…
वंदन तारा चरणमां…

नेम गमे वीर गमे, राजुलनु गीत गमे,
गौतम झळके तारी आंखमां.. (२)
चंदनानी प्रीत गमे, सुलसा नी रीत गमे,
रेवती धबके धबकारमां.. (२)
कर्मो कठिन करमाय…
रागी मटी त्यागी पंथे जाय…
वंदन तारा चरणमां…

 

 

(રચના : પૂજ્ય પન્યાસ શ્રી રાજરત્ન વિજયજી મ. સા.)

(રાગ : મોગલ તારા આંગણા માં)

વંદન તારા ચરણમાં તું,
રાગી મટી ત્યાગી પંથે જાય..(૨)
શ્રમણ બની… નવકાર મંત્રમાં સમાય…
સઘળા સંસારને ભીતરથી વિસરી..(૨)
વૈરાગી રંગે રંગાય…
રાગી મટી ત્યાગી પંથે જાય…
વંદન તારા ચરણમાં…

સંગ સાહેબનો, રંગ વૈરાગ્ય નો,
સત્સંગ સદ્દગુરુ દેવનો.. (૨)
ત્યાગ રાગ સંગનો, રાગ શ્વેત રંગ નો,
ભાવ મળે શ્રી વિતરાગનો..(૨)
ભીતરે સંયમ લહેરાય…
રાગી મટી ત્યાગી પંથે જાય…
વંદન તારા ચરણમાં…

નેમ ગમે વીર ગમે, રાજુલનુ ગીત ગમે,
ગૌતમ ઝળકે તારી આંખમાં.. (૨)
ચંદનાની પ્રીત ગમે, સુલસા ની રીત ગમે,
રેવતી ધબકે ધબકારમાં.. (૨)
કર્મો કઠિન કરમાય…
રાગી મટી ત્યાગી પંથે જાય…
વંદન તારા ચરણમાં…