ओघो छे अणमूलो एनुं खुब जतन करजो,
मोंघी छे मुहपत्ति एवुं रोज रटण करजो ||
ओघो छे अणमूलो…
आ वेश आप्यो तमने अमे एवी श्रध्धाथी,
उपयोग सदा करजो एने पूरी निष्ठाथी,
आधार लइ एनुं धर्म आराधन करजो,
मोंघी छे मुहपत्ति एवुं रोज रटण करजो ||1||
ओघो छे अणमूलो…
आ वेश विरागीनो एनुं मान घणुं जगमां,
मां-बाप नमे तमने पडे राजा पण पगमां,
आ मान नथी मुजने एवुं अर्थघटन करजो
मोंघी छे मुहपत्ति एवुं रोज रटण करजो ||2||
ओघो छे अणमूलो…
आ टुकडा कापडना कदी ढाल बनी रहेशे,
दावानळ लागे तो दिवाल बनी रहेशे,
एना ताणा-वाणामां तपनुं सिंचन करजो,
मोंघी छे मुहपत्ति एवुं रोज रटण करजो ||3||
ओघो छे अणमूलो…
आ पावन वस्त्रो छे तारी कायानुं ढांकण,
बनी जाये ना जोजे ए मायानुं ढांकण,
चोक्खुं ने झगमगतुं दिलनुं दर्पण करजो,
मोंघी छे मुहपत्ति एवुं रोज रटण करजो ||4||
ओघो छे अणमूलो…
आ वेश उगारे छे एने जे अजवाळे छे,
गाफेल रहे एने आ वेश डुबाडे छे,
डूबवुं के तरवुं छे मनमां मंथन करजो,
मोंघी छे मुहपत्ति एवुं रोज रटण करजो ||5||
ओघो छे अणमूलो…
ઓઘો છે અણમૂલો એનું ખુબ જતન કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો ||
ઓઘો છે અણમૂલો…
આ વેશ આપ્યો તમને અમે એવી શ્રધ્ધાથી,
ઉપયોગ સદા કરજો એને પૂરી નિષ્ઠાથી,
આધાર લઇ એનું ધર્મ આરાધન કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો ||1||
ઓઘો છે અણમૂલો…
આ વેશ વિરાગીનો એનું માન ઘણું જગમાં,
માં-બાપ નમે તમને પડે રાજા પણ પગમાં,
આ માન નથી મુજને એવું અર્થઘટન કરજો
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો ||2||
ઓઘો છે અણમૂલો…
આ ટુકડા કાપડના કદી ઢાલ બની રહેશે,
દાવાનળ લાગે તો દિવાલ બની રહેશે,
એના તાણા-વાણામાં તપનું સિંચન કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો ||3||
ઓઘો છે અણમૂલો…
આ પાવન વસ્ત્રો છે તારી કાયાનું ઢાંકણ,
બની જાયે ના જોજે એ માયાનું ઢાંકણ,
ચોક્ખું ને ઝગમગતું દિલનું દર્પણ કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો ||4||
ઓઘો છે અણમૂલો…
આ વેશ ઉગારે છે એને જે અજવાળે છે,
ગાફેલ રહે એને આ વેશ ડુબાડે છે,
ડૂબવું કે તરવું છે મનમાં મંથન કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો ||5||
ઓઘો છે અણમૂલો…