संसार थी विरती रथ नो,
गिरनार थी मुक्ति पथ नो… (२ वार)
सथवार छे एक मारो,
आधार छे एक बस…
नेम..नेम..नेम..नेम रस… (४ वार)
नेम तुं मारो प्रेम छे,
सोंप्युं तने आ जीवन,
जोई तने पहेलीज क्षणे,
मोहायुं छे मारु मन… (२ वार)
गिरनारी ब्रह्मचारी
जाउं तुज पर हुं ओवारी,
मुक्तिनो वेशधारी
राजीमति बनुं तारी,
भरथार तुं रेहजे मारो
भवोभवनी छे तरस,
सथवार छे एक मारो,
आधार छे एक बस…
नेम..नेम..नेम..नेम रस… (४ वार)
गिरनार तो ए भूमि छे,
ज्यां शिव वर्या जीव अनंत,
अरिहंत सिद्ध मुनि तर्या,
धन्य बन्या साधु संत… (२ वार)
नेमि नो हाथ झाली
बनुं हुं प्रशम व्रतधारी,
रैवत नो साथ पामी
हवे बनवुं मुक्तिगामी,
प्रभु नेम नो गिरि हेम नो
मारे बनवू छे वारस,
सथवार छे एक मारो,
आधार छे एक बस…
नेम..नेम..नेम..नेम रस… (४ वार)
સંસાર થી વિરતી રથ નો,
ગિરનાર થી મુક્તિ પથ નો… (૨ વાર)
સથવાર છે એક મારો,
આધાર છે એક બસ…
નેમ..નેમ..નેમ..નેમ રસ… (૪ વાર)
નેમ તું મારો પ્રેમ છે,
સોંપ્યું તને આ જીવન,
જોઈ તને પહેલીજ ક્ષણે,
મોહાયું છે મારુ મન… (૨ વાર)
ગિરનારી બ્રહ્મચારી
જાઉં તુજ પર હું ઓવારી,
મુક્તિનો વેશધારી
રાજીમતિ બનું તારી,
ભરથાર તું રેહજે મારો
ભવોભવની છે તરસ,
સથવાર છે એક મારો,
આધાર છે એક બસ…
નેમ..નેમ..નેમ..નેમ રસ… (૪ વાર)
ગિરનાર તો એ ભૂમિ છે,
જ્યાં શિવ વર્યા જીવ અનંત,
અરિહંત સિદ્ધ મુનિ તર્યા,
ધન્ય બન્યા સાધુ સંત… (૨ વાર)
નેમિ નો હાથ ઝાલી
બનું હું પ્રશમ વ્રતધારી,
રૈવત નો સાથ પામી
હવે બનવું મુક્તિગામી,
પ્રભુ નેમ નો ગિરિ હેમ નો
મારે બનવૂ છે વારસ,
સથવાર છે એક મારો,
આધાર છે એક બસ…
નેમ..નેમ..નેમ..નેમ રસ… (૪ વાર)
आज खुप आठवण येत आहे तुझी...!!