क्यारे बनीश हुं साचो रे संत,
क्यारे थशे मारा भावनो रे अंत (२ बार)…
क्यारे बनीश हुं…

लाख चोराशी ना चोरे ने चोटे,
भटकी रह्यो छुं हुं मारग खोटे,
क्यारे मळशे मुजने मुक्तिनो पंथ,
क्यारे थशे मारा भावनो रे अंत
क्यारे बनीश हुं…

काळ अनादिनी भूलो छूटेना,
घणुं ए मथुं तो ए पापो खूटे ना,
क्यारे लावीश ए पापोनो अंत,
क्यारे थशे मारा भावनो रे अंत
क्यारे बनीश हुं…

छकाय जीवनी हुं हिंसाय करतो,
पापो अढारे जरीना विसरातो ,
मोह मायानो हुं रटतो रे मंत्र,
क्यारे थशे मारा भावनो रे अंत
क्यारे बनीश हुं…

पतित पावन प्रभुजी उगारो,
रत्नत्रयीनो हुं याचक तारो,
साधु बनी मारे थावु महंत,
क्यारे थशे मारा भावनो रे अंत
क्यारे बनीश हुं… 

 

ક્યારે બનીશ હું સાચો રે સંત,
ક્યારે થશે મારા ભાવનો રે અંત (૨ વાર)…
ક્યારે બનીશ હું…

લાખ ચોરાશી ના ચોરે ને ચોટે,
ભટકી રહ્યો છું હું મારગ ખોટે,
ક્યારે મળશે મુજને મુક્તિનો પંથ,
ક્યારે થશે મારા ભાવનો રે અંત
ક્યારે બનીશ હું…

કાળ અનાદિની ભૂલો છૂટેના,
ઘણું એ મથું તો એ પાપો ખૂટે ના,
ક્યારે લાવીશ એ પાપોનો અંત,
ક્યારે થશે મારા ભાવનો રે અંત
ક્યારે બનીશ હું…

છકાય જીવની હું હિંસાય કરતો,
પાપો અઢારે જરીના વિસરાતો ,
મોહ માયાનો હું રટતો રે મંત્ર,
ક્યારે થશે મારા ભાવનો રે અંત
ક્યારે બનીશ હું…

પતિત પાવન પ્રભુજી ઉગારો,
રત્નત્રયીનો હું યાચક તારો,
સાધુ બની મારે થાવુ મહંત,
ક્યારે થશે મારા ભાવનો રે અંત
ક્યારે બનીશ હું…