एक कोर उभी माता, पालव पसरावीने,
लोच करजो, गुरूराया, धीरे धीरे, संभाळीने
एक कोर…

मारो बाळ सुकोमळ छे, एना केश मनोहर छे,
(मारी बाळा सुकोमळ छे, एना केश मनोहर छे)
बहु कष्ट थशे एने, आ वाळ उखाडीने,
छलकाती आंखोथी, विनवे छे माडी रे…
लोच करजो…

आ लोच तणो विधि, महा मंगलकारी छे,
हवे मोह महोरगने, रहेवानुं भारी छे,
संयमधर हरखाता, आ केश उतारीने…
लोच करजो…

आ पूर्वभूमिका छे, आतम समरांगणनी,
कष्टो सहेतां सहेतां, समता केळववानी,
गुरुवरजी मलकाता, एक आतम तारीने…
लोच करजो…

जे केशनी सज्जामां, दिनरात विताव्या छे,
जे केशकलापोए, भवभव मुंझाव्या छे,
ए केशनुं लुंचन हो, आतम ‘जय’ कारी रे…
लोच करजो…

 

એક કોર ઉભી માતા, પાલવ પસરાવીને,
લોચ કરજો, ગુરૂરાયા, ધીરે ધીરે, સંભાળીને
એક કોર…

મારો બાળ સુકોમળ છે, એના કેશ મનોહર છે,
(મારી બાળા સુકોમળ છે, એના કેશ મનોહર છે)
બહુ કષ્ટ થશે એને, આ વાળ ઉખાડીને,
છલકાતી આંખોથી, વિનવે છે માડી રે…
લોચ કરજો…

આ લોચ તણો વિધિ, મહા મંગલકારી છે,
હવે મોહ મહોરગને, રહેવાનું ભારી છે,
સંયમધર હરખાતા, આ કેશ ઉતારીને…
લોચ કરજો…

આ પૂર્વભૂમિકા છે, આતમ સમરાંગણની,
કષ્ટો સહેતાં સહેતાં, સમતા કેળવવાની,
ગુરુવરજી મલકાતા, એક આતમ તારીને…
લોચ કરજો…

જે કેશની સજ્જામાં, દિનરાત વિતાવ્યા છે,
જે કેશકલાપોએ, ભવભવ મુંઝાવ્યા છે,
એ કેશનું લુંચન હો, આતમ ‘જય’ કારી રે…
લોચ કરજો…