(रचना – पूज्य आचार्य श्री मेघदर्शन सूरीजी महाराज के शिष्य रत्न मुनि श्री निर्मल पुण्य विजयजी)
तुं मने गिरिराज सिद्धि ताज आपी दें
सिद्धाचल थी सिद्धशिला नुं राज आपी दे
तुं मने गिरिराज सिद्धि ताज आपी दें
सिद्धाचल थी सिद्धशिला नुं राज आपी दे…
श्री सीमंधर समवसरणमां गाता तुज गुणगान
भावनी भरती भीतर पामी, भविक लहे भवपार… (२)
पतित पावन कर पुण्य प्रभाव ने मुजमां स्थापी दे
सिद्धाचल थी सिद्धशिला नुं राज आपी दे…
पंचमकाले पंचमगति नी पामवी छे पगधार
अंतर शत्रु विजय पामीने करवो छे जयकार… (२)
अष्टोत्तर शतनाम स्मरण थी सिद्ध बनावी दे
सिद्धाचल थी सिद्धशिला नुं राज आपी दे…
मेघ तणा दर्शन थतां जिम मस्त मयूर बने
गिरि तुज नाम स्मरण थी मुझ मनडुं नृत्य करे… (२)
नाम स्मरण तप करतां-करतां आत्म-शुद्धि दई दे
सिद्धाचल थी सिद्धशिला नुं राज आपी दे…
तुं मने गिरिराज…
(રચના – પૂજ્ય આચાર્ય શ્રી મેઘદર્શન સૂરીજી મહારાજ કે શિષ્ય રત્ન મુનિ શ્રી નિર્મલ પુણ્ય વિજયજી)
તું મને ગિરિરાજ સિદ્ધિ તાજ આપી દેં
સિદ્ધાચલ થી સિદ્ધશિલા નું રાજ આપી દે
તું મને ગિરિરાજ સિદ્ધિ તાજ આપી દેં
સિદ્ધાચલ થી સિદ્ધશિલા નું રાજ આપી દે…
શ્રી સીમંધર સમવસરણમાં ગાતા તુજ ગુણગાન
ભાવની ભરતી ભીતર પામી, ભવિક લહે ભવપાર… (૨)
પતિત પાવન કર પુણ્ય પ્રભાવ ને મુજમાં સ્થાપી દે
સિદ્ધાચલ થી સિદ્ધશિલા નું રાજ આપી દે…
પંચમકાલે પંચમગતિ ની પામવી છે પગધાર
અંતર શત્રુ વિજય પામીને કરવો છે જયકાર… (૨)
અષ્ટોત્તર શતનામ સ્મરણ થી સિદ્ધ બનાવી દે
સિદ્ધાચલ થી સિદ્ધશિલા નું રાજ આપી દે…
મેઘ તણા દર્શન થતાં જિમ મસ્ત મયૂર બને
ગિરિ તુજ નામ સ્મરણ થી મુઝ મનડું નૃત્ય કરે… (૨)
નામ સ્મરણ તપ કરતાં-કરતાં આત્મ-શુદ્ધિ દઈ દે
સિદ્ધાચલ થી સિદ્ધશિલા નું રાજ આપી દે…
તું મને ગિરિરાજ…